લાંબા વિરામ બાદ મોરબીમાં ફરી મેઘ મહેર થતા લોકોમાં ખુશીની લહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 09-8,  મોરબી પંથકમાં મેઘરાજાએ લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદનો એક રાઉન્ડ જોવા મળ્યો હતો જોકે બાદમાં ફરીથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો મૂંઝાયા હતા તેમજ નાગરિકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વિરામ બાદ ફરીથી મેઘમહેર શરુ થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે,  મોરબી પંથક અને જીલ્લામાં મેઘરાજાએ ગત સપ્તાહથી વિરામ લીધા બાદ વરસાદ માટે રાહ જોવડાવી હતી અને વિરામ બાદ આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરીથી મેઘમહેર જોવા મળી રહી છે અને વરસાદને કારણે લોકોમાં તેમજ ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે આજે મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે 

 

……………………. Advertisements ……………….