મોરબી તાલુકા ભાજપ દ્વારા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અપાઈ

         (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 08-8, મોરબી તાલુકા ભાજપ દ્વારા ભારત સરકારના પુર્વ વિદેશમંત્રી,વરિષ્ઠ નેતા, ઓજસ્વી વક્તા એવા સુષમા સ્વરાજજીને ભાવપુર્ણ શ્રધાંજલી આપવામા આવી હતી.

    સમગ્ર ભારતમા સરકારના જમ્મુ કાશ્મીરમાથી 370 કલમ 35 એ હટાવવાના બહાદુરી પૂર્વક ના નિર્ણય લેવા બદલ દેશવાસીઓ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ ને ઉત્સાહભેર અભિનંદન આપી રહ્યા છે ત્યારે ભારત દેશમા એક દુખ:દ ધટના બની ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે બહુમાન મેળવી ચુકેલાપુર્વ મુખ્યમંત્રી, માત્ર 25 વર્ષ ની ઉમરે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય બનેલા, 27 વર્ષ ની ઉંમરે હરીયાણાના બીજેપી અધ્યક્ષ,ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મહિલા પ્રવક્તા અને નિર્વિવાદ વ્યક્તિત્વ એવા સુષમા સ્વરાજજી નુ 67 વર્ષ ની વયે અવસાન થયુ

      ભારતીય જનતા પાર્ટી ના દિગ્ગજ નેતાને ટંકારા -પડધરી ના પુર્વ ધારાસભ્ય   બાવનજી ભાઇ, સદસ્યતા અભિયાનના જીલ્લા ઇન્ચાર્જ કે એસ ભાઇ, મોરબી તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ દુલભજીભાઇ, વર્તમાન પ્રમુખ અરવિંદ વાસદડિયા, જયંતિભાઇ પડશુબીયા, સુખાભાઇ ડાંગર, જયતિંભાઇ ચાપાણી, બચુભાઇ ગરચર, રમેશ કણસાગરા, કાનજીભાઇ ચાવડા, લવજી ભાઇ ભંખોડીયા, વિશાલ ધોડાસરા, આદમભાઇ રાઉમા, મંજુબેન ચૌહાણ, રમાબેન ગડારા વગેરેએ ભાવપુર્ણ શ્રધાંજલી આપી હતી.

 

 

……………………. Advertisements ……………….