મોરબી: ભારત વિકાસ પરિષદ દ્વારા “ભારત કો જાનો” પ્રશ્નમંચનું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 07-8  સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ” ભારત કો જાનો” પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ સ્પર્ધાનો નહીં પરંતુ બાળકોના વ્યક્તિત્વના ઘડતર સાથે જ્ઞાન મેળવે તેમજ ભારતીય ઈતિહાસ વર્તમાન પ્રવાહો ભૂગોળની સાથોસાથ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો છે.
આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં મોરબીની જુદી જુદી શાળાઓના 1500 થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર તમામ વિધાર્થીઓને Zed vitrified pvt ltd તેમજ Lemorex Granito LLP ના આર્થિક યોગદાનથી પ્રમાણપત્ર આપવામાં આવશે. શાળા કક્ષાએ વિજેતા થનાર તમામ વિજેતાઓને Commander vitrified pvt ltd તેમજ Q – 7 ceramic LLP તરફથી શિલ્ડ આપવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી મંત્રી હરેશભાઇ બોપલીયા ઉપપ્રમુખ દિલીપભાઈ પરમાર ડો પનારા સાહેબ પંકજભાઈ ફેફર રાવતભાઈ કાનગડ હરદેવભાઈ ડાંગર મનીષભાઈ કુંડારીયા યોગેશભાઈ જોશી ડો. ઉત્સવભાઈ દવે ધૃમીલભાઈ આડેસરા વિશાલભાઈ બરાસરા ચેતનભાઈ સાણંદીયા ચિરાગભાઈ હોથી કિશનભાઈ વાગડિયા અશોકભાઈ ઘોડાસરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં ભારત કો જાનો પ્રશ્ન મંચનો ફાઈનલ તમામ શાળાના વિજેતા વિધાર્થીઓ વચ્ચે યોજાશે જેમા વિજેતા બનનાર ટીમ પ્રદેશ કક્ષાએ ભાગ લેશે

……………………. Advertisements ……………….