મોરબીમા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 04-7, મોરબી: શિક્ષણની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત શૈક્ષણિક સંસ્થા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબી દ્વારા ‘એક બાળ એક વૃક્ષ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ  શિક્ષકોએ પણ વૃક્ષ વાવી “એક બાળ એક વૃક્ષ” અભિયાનમાં એક ડગલું આગળ વધીને વનીકરણના ઉદેશ્યને પાર પાડવા યોગદાન આપ્યું હતું

 

શાળાના આચાર્યશ્રી મિલિન્દ કાલુસ્કરના માર્ગદર્શન હેઠળ આ સફળ અભિયાનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ શાળાકીય કર્મચારીઓએ પોતાનું યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આચાર્ય તમામ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

…………………………………. Advertisements ………………………………..