મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા કડક ટ્રાફિક ડ્રાઈવ : ૧૩૧ વાહનો ડીટેઈન કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 03-7, મોરબી જીલ્લામાં વાહન અકસ્માત અને વાહન ચોરીના બનાવો અટકાવવા જુલાઈ માસ દરમિયાન મોરબી જીલ્લામાં અલગ અલગ પોઈન્ટ પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં ૯૨૮ કેસો કરીને ૧.૭૪ લાખનો દંડ વસુલાયો છે

 

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઈ પી આર વાઘેલાની ટીમ દ્વારા જુલાઈ માસમાં વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે ઝુંબેશમાં ૩૮૮૭ વાહનો ચેક કરીને ૧૩૧ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે તેમજ ભયજનક રીતે વાહન ચલાવતા ૪૩ ઈસમો, ટ્રાફિક અડચણરૂપ ૨૯, દારૂ પીને વાહન ચલાવતા ૧૦ અને ગેરકાયદેસર હથિયાર સાથે એકને ઝડપી લઈને તેમજ કુલ ૯૨૮ કેસ કરવામાં આવ્યા છે અને કુલ ૧,૭૪,૭૫૦ નો દંડ વસુલવામાં આવ્યો છે  

…………………………………. Advertisements ………………………………..