મોરબી તસ્કરોનો આતંક : એકજ દિવસે બે સ્થળોએ ચોરીનો બનાવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 03-7, મોરબી પંથકમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ રહ્યો ના હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહયા છે જેમાં સામાકાંઠાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી છે. તો બીજા બનાવમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી 4 જેટલી દુકાનોમાં ગતરાત્રે તસ્કરોએ તાળા તોડ્યા હતા પણ કઈ માલમતા હાથ ન લાગતા તસ્કરોએ એક પ્લાસ્ટિકની દુકાન સળગાવી દેતા ભારે ચકચાર મચી ગઇ છે

       બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભરતસિંહ રાઠોડના મકાનને ગત રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારી ભરતસિંહ રાઠોડ પરિવાર સાથે ઉપરના માળે સુવા ગયો હોય અને નીચે તાળું માર્યું હોય જે તાળું તોડી રાત્રીના સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલ સોનાના દાગીના અંદાજે સાડા ત્રણથી ચાર તોલા અને ૧૭૦૦૦ ની રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા

 

જયારે અન્ય એક બનાવમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં લાતી પ્લોટમાં આવેલી દુકાનોને નિશાન બનાવી હતી. જેમાં લાતી પ્લોટ 5-6ની વચ્ચે આવેલ મોમાઈ કેન્ડીની દુકાનના તાળા તોડ્યા હતા અને લાતી પ્લોટ 6 નંબરના ખૂણા પાસે આવેલ મીરા માર્કેટીંગના પણ તાળા તોડ્યા હતા પણ તેમાંથી માલમતા હાથ લાગી ન હતી. આથી મોમાઈ કેન્ડીની સામે આવેલ મહેશ પ્લાસ્ટિક નામની બે દુકાનના તાળા તોડીને ખાખાખોળા કર્યા હતા પણ એમાંથી કઈ હાથ ન લાગતા એક પ્લાસ્ટિકની દુકાનને તસ્કરોએ સળગાવી દીધી હતી.

પોલીસના નાઈટ પેટ્રોલિંગ  બાદ પણ જો ચોરીના બનાવો બનતા હોય તો લોકોની સુરક્ષા અંગે સવાલ ઉભો ચોક્કસ થાય છે. 

…………………………………. Advertisements ………………………………..