મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાંચ પ્રકરણ, એસીબીમાં ગુન્હો નોંધાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 03-7, મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે તેના કાર્યકાળ દરમિયાન રોજમદાર કર્મચારી પાસેથી ૨૦ હજારની લાંચની માંગ કરી હોય જે મામલે એસીબીએ કરેલી તપાસમાં પૂર્વ પ્રમુખની સંડોવણી ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

 

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકા પ્રમુખ તરીકે ગીતાબેન કણઝારીયા તા. ૦૮-૦૬-૨૦૧૭ થી ૧૩-૦૬-૨૦૧૮ સુધીના કાર્યકાળ દરમિયાન તા. ૧૫-૦૩-૧૮ ના રોજ નગરપાલિકા રોજમદાર તરીકે ફરજ બજવતા રોજમદારનું બીલ મંજુર કરવાના અવેજ પેટે રૂ ૨૦ હજારની લાંચ માંગી હતી અને મોબાઈલ ફોનથી લાંચ માંગવામાં આવી હોય જેથી તા. ૧૬-૦૩-૧૮ ના રોજ ફરિયાદ અનુસાર એસીબી ટીમે ટ્રેપ ગોઠવી હતી જોકે કોઈ કારણોસર આરોપી છટકા દરમિયાન ફોન રીસીવ નહિ કરેલ અને છટકું નિષ્ફળ ગયું હતું જોકે લાંચની માંગ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી

જેમાં આરોપીએ લાંચની માંગણી કરી હોય તેવું તપાસમાં જણાઈ આવતા પાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કીશોરભાઈ કણઝારીયાએ પોતાના હોદાનો અંગત લાભ સારું દુરુપયોગ કરી લાંચની માંગણી કરી હોય જેથી આ મામલે રાજકોટ ગ્રામ્ય એસીબી પીઆઈ એન કે વ્યાસે ફરિયાદી બનીને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે એસીબી ટીમે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવી હતી અને આ ગુન્હા અંગે વધુ તપાસ રાજકોટ શહેર પીઆઈ એચ એસ આચાર્ય ચલાવી રહ્યા છે

…………………………………. Advertisements ………………………………..