વાંકાનેર: નેશનલ હાઇવે પર ટ્રક પલ્ટી ગયું : કોઈ જાનહાની નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 02-7, વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ કોલસો ભરીને જતા ટ્રેલર ન.GJ 12 BT 7517ની બ્રેકનો પાઈપ ચાલુમાં તૂટી જતાં બ્રેક ફેઈલ થઈ જતાં ટ્રેલર રિવર્સ પાછું પડ્યું હતું અને રોડની સાઈડમાં કોલસા ભરેલું ટ્રેલર પલટી ખાઈ જતાં આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને ટ્રેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢી, જેસીબીની મદદથી ટ્રેલરમાં ભરેલ કોલસો કાઢી ટ્રેલર કાઢવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.જો કે આ અકસ્માત ટ્રેલરની બ્રેક ફેઇલ થતા ઢાળ પર ચડતું ટ્રેલર પાછું પડતાં અકસ્માત સર્જાયો હોવાનું નજરે જોનાર લોકો એ જણાવ્યું હતું. હાલ આ અકસ્માતમાં ટ્રેલર ચાલકને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો છે અને આ અકસ્માતમાં સદનસીબે ટ્રેલર સાઈડમાં ઉતરી જતાં પાછળ આવતા વાહન સાથે અકસ્માત થયો નહતો અને મોટી જાનહાની થતા અટકી હતી.

…………………………………. Advertisements ………………………………..