રાજકોટમાં આભ ફાટ્યું 1 કલાકમાં 6 ઈંચ વરસાદ,આજી ડેમમાં પૂર, સમગ્ર શહેર જળબંબાકાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 02-8, રાજકોટ:એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાજકોટમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો અને 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદનાં કારણે ગરનાળા પણ બંધ થઈ ગયા છે. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ આજી-2 ડેમમાં પૂર આવતા 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.

150 ફૂટ રિંગ રોડ પર ભારે વરસાદનાં પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. રૈયા ચોકડીથી ઈન્દિરાસ સર્કલ સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે. આ સાથે જ મવડી ચોકમાં વધારે પાણી ભરાતાં કાર પાણીમાં ફસાઈ હતી. આ સાથે જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. (તસ્વીર-વિપુલ એમ. પ્રજાપતિ)

 

…………………………………. Advertisements ………………………………..