મોરબી: મનિન્દરસિંઘ બિટ્ટાની ઉપસ્થિતિમાં શહીદોના પરિવારોને સહાય આપવાની બેઠક મળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 02-7, કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના વીર સપૂતોએ શહાદત વહોરી હતી ત્યારે શહીદ પરિવારોને આર્થિક મદદ કરવા માટે મોરબી સિરામિક એસો, વિવિધ વેપારી સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓએ ફંડ એકત્ર કર્યું હોય જે શહીદ પરિવારો સુધી પહોંચાડવા માટે કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજાઈ હતી

જે બેઠકનો પ્રારંભ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો બેઠકમાં ઓલ ઇન્ડિયા ટેરરીસ્ટ ફ્રન્ટના પ્રમુખ મનીન્દરસિંઘ બીટ્ટા તેમજ જીલ્લા કલેકટર આર જે માકડિયા, સિરામિક એસોના પ્રમુખો મુકેશ ઉધરેજા, નીલેશ જેતપરિયા, કિશોર ભાલોડીયા અને કિરીટ પટેલ, તેમજ સીમ્પોલો ગ્રુપના ભરતભાઈ પટેલ તેમજ માતૃભુમી વંદના ટ્રસ્ટ સહિતની વિવિધ સેવાભાવી અને શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં શહીદ પરિવારોને આર્થિક મદદ કરવા માટે મોરબીમાં કેવી રીતે ફંક્શન યોજવું જેથી સમગ્ર દેશ અને દુનિયામાં સંદેશ જાય તે માટે વિચારણા કરવામાં આવી હતી

…………………………………. Advertisements ………………………………..