મોરબી : ડોક્ટર પરના હુમલાના વિરોધમાં IMA-મોરબી દ્વારા બાઈક રેલી સાથે આવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 02-7,  તાજેતરમાં વાંકાનેરમાં ડોક્ટર પર હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે બનાવની પોલીસ ફરિયાદ બાદ પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી ત્યારે આજે મોરબી આઈએમએ દ્વારા બાઈક રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું, ઇન્ડિયન મેડીકલ એસો મોરબી દ્વારા આજે રવાપર રોડથી બાઈક રેલી યોજી જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા જ્યાં કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે ડોકટરો પરના હુમલા વધી રહ્યા છે તાજેતરમાં વાંકાનેરમાં સરકારી ડોક્ટર પર હુમલો કરાયો છે જે ઘટનાને આઈએમએ મોરબીના ડોકટરો સખ્ત શબ્દોમાં વખોડે છે તેમજ આ બનાવની મોરબી બ્રાંચ ઉપરાંત ઇન્ડિયન મેડીકલ એસો ગુજરાત સ્ટેટ અને નેશનલ લેવલે નોંધ લેવાઈ છે ડોક્ટર પર અવારનવાર હુમલા કરાય છે ત્યારે જીલ્લા કલેકટર આ મામલે ધ્યાન આપે અને ડોક્ટર પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત ડો જે એમ ગોસાઈ અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે.

 

 

…………………………………. Advertisements ………………………………..