ખુશખબર : 2 ફોનમાં એક જ નંબરથી ચાલશે વોટ્સએપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 02-7, જો તમને પણ આ વાતની ફરિયાદ છે કે તમે એક મોબાઇલ નંબરથી બે ફોનમાં WhatsAppનો ઉપયોગ કરી શકતા નથી, તો તમારા માટે ખુશીના સમાચાર છે. જલદી જ તમે એક જ નંબરથી બે અલગ-અલગ મોબાઇલમાં WhatsApp ઉપયોગ કરી શકશો. WhatsAppના આ નવા ફીચરની માહિતી WhatsAppના ફીચર લીક કરનારી સાઇટે આપી છે, જો કે તેણે આ ફીચરના લોન્ચ થવાની કોઇ તારીખ વિશે માહિતી આપી નથી

તેમજ નવા ફીચરનો હજી સુધી કોઈ સ્ક્રીનશોટ પણ સામે આવ્યો નથી. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં આપણે એક નંબરથી એક જ મોબાઇલમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકીએ છીએ. કોમ્પ્યુટર પર વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોનમાં ઇન્ટરનેટ સાથે કોમ્પ્યુટરમાં પણ ઇન્ટનેટ કનેક્ટ હોવો જરૂરી હોય છે.

પરંતુ નવા અપડેટ પછી આવું થશે નહી. એક રિપોર્ટ પ્રમાણે નવા અપડેટ્સ પછી યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ વિવિધ ડિવાઇસ પર એવી રીતે કરી શકશે કે જેવી રીતે ફેસબૂક મેસેન્જરનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે વોટ્સએપનું મલ્ટીડિવાઇસ ફિચર જેવું કામ કરશે. તેની હાલ કોઇ જાણકારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ “દિવ્યક્રાંતિ ન્યૂઝ” સાથે.

…………………………….. Advertisements ………………………..