“આપના હાથ જગન્નાથ” મોરબી: હરીપાર્ક સોસાયટીના રહેવાસીઓએ સ્વખર્ચે બનાવ્યો રોડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 1-8, મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ભારતી વિધાલયની પાછળ આવેલ હરિપાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ પર ગારો અને કીચડનું સામ્રાજય ખડકાયું હતું અને રોડ ઉપર ઠેરઠેર ખાડાઓ પડી ગયા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતા હતી જેથી કરીને પાલિકા પાસે વારંવાર રજૂઆત કાર્ય પછી પણ નિરાકરણ નહિ આવતા અંતે પાલિકાની આશા છોડીને “અપના  હાથ જગન્નાથ” કહેવત મુજબ ત્યાંના રહેવાસીઓ દ્વારા જોખમી રોડને સ્વખર્ચે ઝીણી કપચી, કાંકરી નાંખીને ચાલવા યોગ્ય બનાવવામાં આવ્યો હતો આ કામગીરી નિવૃત પોલીસકર્મી એએસઆઇ નાગદાનભાઈ આહીરની આગેવાનીમાં ૩૦ જેટલી સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. 

…………………………………. Advertisements ………………………………..