ટંકારાના વિરવાવ ગામે બાપા સીતારામ યુવક મંડળ(વિરવાવ) દ્વારા ચાલુ વરસાદે વૃક્ષારોપણ કરાયુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. ૩૧-૭, ટંકારા તાલુકાના વિરવાવ ગામ ને હરિયાળું બનાવવા યુવાનો મેદાને. ચાલુ વરસાદે બાપા સીતારામ યુવક મંડળ (વિરવાવ) દ્વારા 200 જેટલા વૃક્ષો નું વાવેતર કરાયું.

વિરવાવ ગામ ને લીલોછમ અને સ્વચ્છ કરવા ના ઉમદા હેતુ થી વિરવાવ ગામ ના કૃષ્ણસિંહ પી. જાડેજા,નરેન્દ્રસિંહ જાડેજા,યોગરાજસિંહ જાડેજા સાથે ગામ ના યુવાનોએ વધુમાં વધુ વૃક્ષ વવવાના સંકલ્પ સાથે એક એક મિત્ર એક વૃક્ષ નું વાવેતર કરી જતન કરવાની પહેલ સાથે ચાલુ વરસાદે 200 જેટલા વૃક્ષો નું વાવેતર વિરવાવ ગામે આ યુવાનો દ્વારા કરાયું છે.

…………………………………. Advertisements ………………………………..