હળવદ પોલીસે વાડીમાં છોડ નીચે છુપાવેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. હળવદ પોલીસની ટીમે બુટવડા ગામની સીમમાં વાડીમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોય જે બાતમીને આધારે દરોડો કરીને ઈંગ્લીશ દારનો જથ્થો ઝડપી લીધો છે  હળવદ પીએસઆઈ પી જી પનારાની ટીમને બાતમી મળી હતી કે બુટવડા ગામની સીમમાં આરોપી વિપુલ ધીરૂભાઈ ઠાકોર રહે બુટવડા તા. હળવદ વાળા ની વાડીમાં છોડ નીચે દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોય જે બાતમીને આધારે પોલીસે દરોડો કરીને વાડીમાંથી ૮૦ નંગ દારૂની બોટલ કીમત રૂ ૮૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જોકે રેડ દરમિયાન આરોપી હાજર નહિ મળતા તેની સામે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે. 

…………………………………. Advertisements ………………………………..