મોરબીના જોધપર ગામ પાસે રોડ પર વૃક્ષ ધરાશાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી : મોરબીના રવાપર કેનાલ રોડથી હાઇવેને ટચ થતો જે બાયપાસ મચ્છુ ડેમ પાસેથી પસાર થાય છે તે રોડ પર મોરબીના જોધપર ગામ પાસેની પટેલ સમાજની બોર્ડીંગ નજીક આવેલ એક વૃક્ષ ભારે વરસાદ અને પવનના કારણે ધારાશાયી થઈ ગયું હતું.  જેના કારણે રોડ બ્લોક થઈ ગયો છે અને ટ્રાફિક જામ સર્જાયો છે. આ રોડ મોરબીના રવાપર ગામથી ઉધોગપતિઓ માટે અવરજવર કરવાનો મુખ્યમાર્ગ હોય અને તેમાં ઝાડ પડી જવાથી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.

…………………………………. Advertisements ………………………………..