મોરબી: યુવા રન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ યોગ સ્પર્ધામાં ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ સિલેક્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-7, ગત તારીખ – 28 જુલાઈ 2019 ના રોજ આત્મીય યુનિવર્સીટી (રાજકોટ) ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા 51 લાખના આકર્ષક ઇનામ સાથેની મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોરબી જિલ્લામાંથી ઘણીબધી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ઉમા વિદ્યા સંકુલના કુલ 9 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયેલ છે. આ સાથે મોરબી જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉમા વિદ્યા સંકુલના સિલેક્ટ થઈ શાળા અને માતાપિતાનું ગૌરવ વધારેલ છે. જેમાં સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓ અંડર – 10માં બે વિદ્યાર્થીઓ જેતપરિયા સ્મિત (તૃતીય નંબર), મારવણીયા ધર્મ ( છઠ્ઠો નંબર), અંડર – 15 માં 4 વિદ્યાર્થીઓ ઉભળીયા હેતાંશ (પ્રથમ નંબર), ભલાણી મુકુંદ (બીજો નંબર), ઉકાણી વિવેક (ચોથો નંબર), ઉભડિયા વિધિ ( સાતમો નંબર) તથા અંડર – 20 માં 3 વિદ્યાર્થીનીઓ પટેલ વેન્સી (તૃતીય નંબર) , ઉભડિયા ધ્રુવી (પાંચમો નંબર), પરેચા મિત્તલ (છઠ્ઠો નંબર) આ તમામ વિદ્યાર્થીઓને યુવારન ફાઉન્ડેશનના ફાઉન્ડર હરેશભાઈ કૈલા તથા સંસ્થાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ અઘારા અને આચાર્યશ્રી હિતેષભાઈ સોરીયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

…………………………………. Advertisements ………………………………..