મોરબી: રાજપૂત સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) દરવર્ષે જુલાઈ મહિનાના છેલ્લા દિવસે મોરબી રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન કરવા માટે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરે છે તેવી જ રીતે ગઈકાલે શહેરના શનાળા રોડ ઉપર આવેલ રત્નકલા એકસપોર્ટમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કૃષિ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, સ્વર્ણિમ ગુજરાત કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ નાયબ સચિવ અશોકસિંહ પરમાર, જૂનાગઢ રાજપૂત યુવા સંઘ પ્રમુખ જીતેન્દ્રસિંહ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જી.પી.એસ.સી.માં વર્ગ-૧ અને ૨ ની પરિક્ષામાં ઉતિર્ણ થયેલાઓનું તથા વિવિધ ક્ષેત્રમાં નિમણુક પામેલાઓનું વિષેશ સન્માન ઉપસ્થિત મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે રાજપૂત સમાજના દિકરા દિકરીઓને શિક્ષણ અપાવવા સમાજના શ્રેષ્ઠીઓને બાળકોના વાલીઓને અનુરોધ કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું કે, “તમે શિક્ષિત હશો તો તમે તમારુ અને તમારા સમાજનું ઘડતર કરી શકશો. સમાજના ઘડતરમાં તમારુ યોગ્ય યોગદાન આપી શકશો. જયારે આજના યુગ હરિફાઇ, ગુણવત્તા અને પરદર્શકતાનો છે. જેથી આપણા સમાજ માટે કંઇ કરી છુટવા માટે શિક્ષણને મહત્વ આપવું જ પડશે. શિક્ષણમાં આગળ વધશો તો તમે સમાજને, સમાજ રાજયને, અને રાજય દેશને આગળ ધપાવી શકશે. મોરબી રાજપુત સમાજ તરફથી છેલ્લા ૪૭ વર્ષથી શિક્ષણક્ષેત્રે સમાજની દિકરા દિકરીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરી રહયાં છે. જે કામગીરી બદલ મોરબી રાજપુત સમાજના અગ્રણીઓને અભિનંદન આપ્યા હતાં. રાજ્યના ગૃહ અને કાયદા વિભાગના રાજયમંત્રી પ્રદિપસિંહજી જાડેજા તેમના પ્રસંગોચિત વકતવ્યમાં જણાવ્યું હતુ કે સમાજના વિદ્યાર્થીઓમાં શીલ્ડ અને પુરસ્કાર આપવાથી આગળ કંઇક કરવાની પ્રેરણા મળે છે. જેથી દરેક વિદ્યાર્થીઓ અને સમાજના નાગરિકો પોતાના લક્ષને હાંસલ કરવાનો મનોબળ હોય તો આપણે નકકી કરેલ લક્ષને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઇએ. જયારે કૃષિ અને પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે, સમાજ અને જીવનમાં શિક્ષણ ખુબજ મહત્વ ધરાવે છે. આજના જીવનમાં શિક્ષણ લેવું ખૂબજ જરૂરી છે. શિક્ષણની ગુણવત્તા સારી હોય તો શિક્ષણ સારૂ પ્રાપ્ત થાય છે. સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, સમાજમાં સ્ત્રીઓને આગળ લઇ જવા માટે સ્ત્રીભુણ હત્યા ઉપર બ્રેક લગાવવી પડશે અને સમાજની મહિલાઓને ઉંચ અભ્યાસ અને સારૂ શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

…………………………………. Advertisements ………………………………..