મોરબી જીલ્લામાં પોણો ઇંચ વરસાદઃ મચ્છુ-૧ અને ૨ માં આવ્યા નવા નીર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. મોરબીમાં આજ સાંજના સમય સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાઓ ની અંદર અડધા ઈંચથી લઈને પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે જોકે મચ્છુ 1 ડેમ ના ઉપરવાસના વિસ્તારોમાં સારો વરસાદ પડયો હોવાથી હાલમાં મોરબીના મહાકાય મચ્છુ 1 ડેમ ની અંદર નવા નીરની આવક શરૂ થઈ ગઈ હોવાનું સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા છે તેમ છતાં પણ મેઘરાજા મનમુકીને મોરબી જિલ્લા ઉપર વરસતા નથી તે હકીકત છે જોકે છેલ્લે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જેમ રાજ્યના જુદા જુદા વિસ્તારના જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે તેવી જ રીતે મોરબી જિલ્લાના તાલુકાઓ ની અંદર પણ આજ સવારથી હળવોથી ભારે વરસાદ થઇ રહ્યો છે જેથી કરીને સાંજના 5 સુધીમાં પાંચ તાલુકામાં અડધા ઇંચથી લઇને સુધીનો વરસાદ નોંધાયો છે

મોરબી જિલ્લાના ફલડ કંટ્રોલ માંથી મળતી માહિતી મુજબ આજે સવારથી લઈને સાંજ ના ૫ વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં આવતા પાંચ તાલુકાઓમાં જે વરસાદ પડયો છે તેમાં મોરબી તાલુકામાં ૧૭ એમએમ, વાંકાનેર તાલુકામાં ૨૨ એમએમ, હળવદ તાલુકામાં ૧૧ એમ.એમ, ટંકારા તાલુકામાં ૧૧ એમએમ અને માળીયા તાલુકામાં સાત એમ.એમ વરસાદ નોંધાયેલ છે જોકે મોરબી જિલ્લામાં આવતા મચ્છુ ૧ ડેમ ના ઉપરવાસના વિસ્તારમાં એટલે કે ચોટીલા અને થાન પંથકમાં સારો વરસાદ થયો હોવાથી હાલમાં મોરબીના મચ્છુ ૧ ડેમ માં નવા નીરની આવક શરૂ થયેલ છે અને આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ સીઝનમાં મચ્છુ ૧ ડેમ ની અંદર નવા બે ફૂટ નીરની આવક થઇ છે અને આસો નદી તેમજ મચ્છુ નદીમાં પાણી આવતા મચ્છુ ૨ ડેમમાં પણ પાણીની આવક થયેલ છે તેવુ મોરબી જિલ્લા વિભાગના કાર્યપાલક ઇજનેર ઉપાધ્યાય પાસેથી જાણવા મળેલ છે

…………………………………. Advertisements ………………………………..