મોરબી જિલ્લા પોલીસ માટે તણાવમુક્ત કરવાનું આયોજન : સેમિનાર યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી : રવિવારના રોજ મોરબી ટાઉનહોલમાં જિલ્લાના પોલીસકર્મીઓ માટે માનસિક તણાવથી મુક્ત રહેવા અંગે માર્ગદર્શન આપતો એક સેમિનાર યોજાયો હતો. બહોળી સંખ્યામાં પોલીસકર્મીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો.

મોરબી જિલ્લા પોલીસ અધિકારી તથા કર્મચારીઓની સતત કામગીરીને લઈને અનુભવાતી સ્વાસ્થ્ય તેમજ તણાવ અંગેની સ્થિતિને ધ્યાને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી શહેર સ્થિત ટાઉનહોલ ખાતે આયોજિત આ સેમિનારમાં મોરબીના ડૉ. ભાવેશ થોરિયાએ કામ દરમ્યાન તણાવ નિષ્પન્ન ન થાય એ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જો કોઈ કારણસર તણાવ ઉભો થાય તો તે કઈ રીતે દૂર કરી શકાય એ માટે માર્ગદર્શન સૂચનો અને ઉપાયો જણાવ્યા હતા. તદુપરાંત કાર્ય દરમ્યાન કામનું યોગ્ય વિભાજન કરી તેમજ યોગ્ય આહાર લઈને સ્વાસ્થ્ય પર પડતી પ્રતિકૂળ અસરોને નિવારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

…………………………………. Advertisements ………………………………..