ટંકારા : એસટી બસને ટક્કર મારી ટ્રકચાલક ફરાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, તા.27-7. ટંકારાના વીરપર નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થયો હતો જોકે સદનસીબે અકસ્માતમાં મુસાફરોનો બચાવ થયો છે

        માણાવદરના બાંટવાના રહેવાસી પરેશ દેવાભાઈ નકુમે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અજાણ્યો ટ્રક ચાલકે ટ્રક પુરપાટ ચલાવી એસટી મીની બસ નં જીજે ૧૮ ઝેડ ૩૪૧૧ બાંટવા મોરબી રૂટની એસટી બસ સાથે અથડાવી અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સાથે નાસી ગયો છે જોકે અકસ્માતમાં મુસાફરોને ઈજા કે જાનહાની થઇ નથી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

…………………………………. Advertisements ………………………………..