મોરબી: રાજપરની તાલુકા શાળામાં અજ્ઞાત દાતા દ્વારા વિદ્યાર્થીઓને લેસન ડાયરીનું વિનામૂલ્યે વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી,  તા. 27-7 ઘણા દાતાઓ એવી રીતે દાન કરતા હોય છે જેમ કે જમણા હાથે આપે તો ડાબા હાથને પણ ખબર ન પડે આવા એક દાતાશ્રીએ  મોરબીની રાજપર ગામની તાલુકા શાળામાં 300 જેટલા વિદ્યાર્થીઓ માટે લેસન ડાયરીના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું અને વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતર અને ચારિત્ર્યના ચણતર માટે સહભાગી બન્યા અને ખોટા દેખાડા કરવાને બદલે ફક્ત સ્તુત્ય કાર્ય જ કરવાનું લક્ષ્ય સાથે સહભાગી બનેલા આ દાતાશ્રીએ પોતાની ઓળખ પણ ગુપ્ત રાખી અને સત્કાર્ય કર્યું એ ખુબ જ સરાહનીય બાબત છે. આ દાતાશ્રીના સહયોગ બાદલ  શ્રી રાજપર તાલુકા શાળા પરિવાર તરફથી આ  દાતાશ્રીના આ સ્તુત્ય કાર્યને વધાવી  હૃદય પૂર્વક આભાર માન્યો છે. 

…………………………………. Advertisements ………………………………..