મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય : સ્થાનિક લોકો ત્રાહિમામ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી,  તા.27-7,  મોરબીના લાતી પ્લોટના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટાભાગની શેરીઓમાં સામાન્ય વરસાદમાં જ ગારા તથા કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે વેપારીઓ તથા નાના ઉદ્યોગકારો ભારે તકલીફ ભોગવી રહ્યા છે. 

મોરબીના લાતી પ્લોટના ઔદ્યોગિક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં કીચડ જમા થઇ ગયું છે અને પાણીનો ભરાવો થઇ ગયો છે. સામાન્ય દિવસોમાં પણ લાતી પ્લોટમાં ગંદકી, પાણીનો  ભરાવો અને ગટરો ઉભરાવાની સમસ્યાઓ રહેતી હોય છે. ત્યારે વરસાદને કારણે આ સમસ્યા વકરી છે. આ ભરવાના કારણે વેપારીઓ તથા નાના ઉદ્યોગકારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાતી પ્લોટ 7 સહીત અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓને કારણે ગારા, કીચડ અને ગંદકીની સમસ્યાઓ વકરી છે. કીચડના ભરાવાને કારણે મચ્છર વધવાથી રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે.

 

…………………………………. Advertisements ………………………………..