મોરબી નજીક 3 યુનિટમાં 1700 થી વધુ વૃક્ષોનું વાવેતર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, ચાલુ વર્ષે જુલાઈ મહિનાના અંતે સુધીમાં પણ જયારે સમગ્ર મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ વરસાદની કારમી તંગી અને અસહ્ય ગરમીને ઉકળાટ અનુભવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ખાળવા મોરબી પંથકમાં પર્યાવરણ સન્તુલનના પ્રયાસો તેજ થઈ રહ્યા છે જે સારી બાબત છે.મોરબીના ગ્રામ્ય પંથકમાં મોટાપાયે તેમજ સીરામીક ઉદ્યોગગૃહો પોતપોતાને અનુકૂળ જગ્યાઓ શોધીને મોટા પાયે વૃક્ષ ઉછેર અભિયાન ચલાવી રહ્યા છે.ત્યારેઆવા જ એક પ્રયાસના ભાગરૂપે મોરબીની સેઝ વીટ્રીફાઇડ પ્રા.લી., સેજીટો એલ.એલ.પી.અને ગીતા સિમેન્ટ દ્વારા સંયુક્તપણે વૃક્ષારોપણ અભિયાન ચલાવીને લગભગ ૧૭૦૦ જેટલાં નાના મોટો વૃક્ષોને વાવીને ઉછેર અને જતન કરવાનું અભિયાન હાથ ધરાયુ છે. આ કાર્યમાં પોતાનું સામાજિક દાયિત્વ સમજીને ગાયત્રી પરિવારના કાર્યકરો પણ જોડાયા હતા.

…………………………………. Advertisements ………………………………..