મેઘ આયો માધો આયો ધરતી તોજો લાડો આયો

મેઘરાણાની પધરામણીથી લોકોમાં ખુશીની લહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-7,મોરબી વાસીઓ  છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. વરસાદને રીઝવવા માટે ઘણી પ્રાર્થના, ગાયત્રી હવન, વરુણયજ્ઞ પણ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના ગામડે-ગામડે, શેરીએ-શેરીએ ઠેર ઠેર અખંડ રામધૂનો પણ કરવામાં આવી હતી. ત્યારે આજે રાત્રે અને વહેલી સવારે મોરબીમાં મેઘરાજાની પધરામણી થતા લોકોમાં આનંદની હેલી ઉમટી હતી. મોરબીમાં વહેલી સવારે 6 થી 8 દરમિયાન 4 એમએમ અને 8 થી 10 દરમિયાન 3 એમએમ, એમ કુલ 7 એમએમ વરસાદ નોંધાયો છે. અસહ્ય ગરમી બાદ આજે વરસાદ આવતા સમગ્ર જીવસૃષ્ટિ જાણે રાહત અનુભવી રહી છે. તો ખેડૂતોના પાકને જીવતદાન મળતા ખુશીની લહેર પ્રસરી ગયી છે. (અહેવાલ – જયદેવ બુધ્ધભટ્ટી)

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો https://facebook.com/divyakrantinewsઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો https://www.instagram.com/divyakrantinews/વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuuયુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..