મોરબીના રાજપર ગામે આંગણવાડી કેન્દ્રમાં પાણી ઘુસ્યા, ખાદ્ય ચીજોનો બગાડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25-7, મોરબીના રાજપર (કું.) ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં પાણી ઘુસી જતા આંગણવાડી કેન્દ્રમાં રહેલો ખાદ્ય પદાર્થમાં બગાડ થવા પામ્યો છે પાણીના નિકાલની વ્યવસ્થા ના હોવાથી પાણી આંગણવાડી કેન્દ્રમાં ઘુસતા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે

        મોરબીના રાજપર (કું.) ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં પાણી ભરાઈ ગયા છે અને આંગણવાડી કેન્દ્રના રૂમમાં રાખેલ રાશન સહિતની ચીજવસ્તુઓ પલળી ગઈ છે જે અંગે ગ્રામજનો પાસેથી મળતી માહિતી પ્રમાણે આંગણવાડી કેન્દ્ર પાસે ગત વર્ષે પેવર બ્લોક રોડ બનાવાયો છે જેથી આંગણવાડી કેન્દ્ર નીચું જવા પામ્યું છે અને રોડ ઉંચાઈ પર હોવાથી પાણીનો પ્રવાહ આંગણવાડી કેન્દ્રમાં વહે છે હજુ તો સારો વરસાદ થયો નથી પરંતુ જો ધોધમાર વરસાદ થાય તો આંગણવાડી કેન્દ્રમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ સકે છે પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી જેથી આ મામલે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી હતી આ બનાવ મામલે ગામના સરપંચ મનોજભાઈ ધોરીયાણીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ગામમાં જરૂરિયાત મુજબ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે તવી તાલુકા પંચાયતમાં લેખિતમાં જાણ કરી છે તે ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં પણ રીપેરીંગની જરૂરિયાત છે જે મામલે ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

યુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 

https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..