મોરબીના શનાળા નજીક પ્લાસ્ટીક કારખાનાની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-7, મોરબીના શનાળા નજીક આવેલ પ્લાસ્ટિક કારખાનામાં ગત રાત્રીના તસ્કરો આવ્યા હતા અને ઓફિસનો બધો સામન વેરવિખેર કરી મુક્યો હતો જો કે આ અગે હજુ કોઈ સતાવર ફરિયાદ થઇ નથી પણ તસ્કરો ત્રાટકતા ત્યાના કારખાના માલિકોમાં ભય વ્યાપી ગયો છે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તરમાં શાયોનો પ્લાસ્ટિક નામની ફેક્ટરી ધરાવતા કલ્પેશભાઈ કલોલા ગત રાત્રીના લગભગ ૯ વાગે ફેક્ટરી વધાવીને ઘરે ગયા હતા બુધવાર હોવાથી  રજા હતી પણ સવારે  તેઓને  જાણ થઈ કે તેમની ફેક્ટરીનું શટર ઉચ્ચું છે એટલે તરત દોડી આવ્યા હતા અને અંદર જઈને જોતા આખી ઓફીસ વિખેર કરવામાં આવી હતી જોકે રૂપિયા કે બીજી કઈ કિંમતી  વસ્તુ હતી નહી પણ તસ્કરો આખી ઓફીસ ને તોડી નાખી હતી જોકે લ્ગભગ ૧૫ દિવસ પેહલા આ જ વિસ્તારમાં છ ફેકટરીના તાળા તૂટ્યા હતા જોકે ત્યારે પણ કોઈ કીમતી મતા ગઈ ન હોવાથી પોલીસ ફરિયાદ થઇ ન હતી પણ વેપારીઓ માગ એવી છે કે આ વિસ્તારમાં પોલીસ નાઈટ પેટ્રોલીગ વધારે તેવી માગ કરવમાં આવી રહી છે        

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

યુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 

https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..