મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રની મુલાકાતે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25-7,  ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના બહેનોએ તાજેતરમાં પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્રની મુલાકાત લીધી હતી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ પ્રિતીબેન દેસાઈ, સેક્રેટરી  મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ ધ્વનીબેન મારશેટ્ટી,જયોતિબેન વિઠલપરા, પુનમબેન હિરાણી, જયશ્રીબેન વોરા, નયનાબેન સહિતના અગ્રણીઓએ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રની મુલાકાત લીધી હતી 

સંસ્થાની બહેનોએ પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોનો ઉત્સાહ અને ઉમંગ વધારવા આવકારદાયક પ્રયાસ કર્યો હતો સંસ્થાની બહેનો દ્વારા સંસ્થાની મુલાકાત દરમિયાન સંસ્થા સંચાલક પાસેથી વિવિધ પ્રવૃતિઓની માહિતી મેળવવામાં આવી હતી સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુઓના મનોરંજન માટે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જાણીતા હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડયા દ્વારા હાસ્ય રસ પીરસવામાં આવ્યો હતો જેથી પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોના મુખ પર અનેરું સ્મિત મલકી ઉઠ્યું હતું,

ક્લબ ના તમામ મેમ્બરો સંસ્થાની પ્રવૃત્તિ, પ્રજ્ઞાચક્ષુઓની દિનચર્યા તેમજ કાર્યશૈલીથી પ્રભાવિત થયાં હતા. પ્રજ્ઞાચક્ષુ દ્વારા સંચાલિત ઓરકેસ્ટ્રા પ્રસ્તુતિથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા, પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા બ્રેઈલ લેખન-વાંચન, ચેસ, પ્લેઇન કાર્ડ, લુડો, સાપસીડી, ક્રિકેટ, જેવી વિવિધ રમતો રમતા જોઈ ક્લબના તમામ મેમ્બરો એ પ્રજ્ઞાચક્ષુઓ ને બિરદાવ્યા હતા. ઇન્ડિયન લયન્સ ક્લબના પ્રમુખ પ્રિતીબેન દેસાઈ દ્વારા સંસ્થાને તમામ પ્રકારની મદદ કરવાની ક્લબ તરફથી ખાતરી આપી છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિશોરસિંહ જાડેજાની ઉપસ્થિતી પ્રજ્ઞાચક્ષુઓના ઉત્સાહમાં વધારો કરી ગઈ હતી. સંસ્થા સંચાલક હાતિમ રંગવાલાએ ઇન્ડીયન લાયોનેસ ક્લબની બહેનોનો આભાર માન્યો હતો

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો https://facebook.com/divyakrantinewsઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો https://www.instagram.com/divyakrantinews/વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuuયુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..