સૌરાષ્ટ્રમાં કાચું સોનું વરસ્યું, ઝરમરથી 3 ઇંચ વરસાદ

વિસાવદર, કોટડાસાંગાણી, લિલિયામાં ત્રણ ઇંચ, બગસરા, લાઠી, ટંકારા, ઉમરાળામાં અઢી ઇંચ, વલ્લભીપુર, ભેંસાણ, સાવરકુંડલા, વડિયા, ધારીમાં બે ઇંચ વરસાદ ક્ષ અમરેલી, ગોહિલવાડ સહિત સોરઠમાં સાર્વત્રિક વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. વરસાદના ઘોરી માસ ગણાતા અષાઢ મહિનો અડધો વિતિ જવા છતા મેઘરાજા જાણે અદ્રષ્ય થઈ જતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો છવાયા હતા. દરમ્યાન ચોમાસુ સિસ્ટમ સક્રિય થઈ હોય તેમ છેલ્લા બે દિવસથી મેઘરાજાની હાજરીથી પુલકિત બની ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાંપટાથી ત્રણ ઈંચ વરસાદ પડયો છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે મુરઝાતી મોલાતને ટાંણે જ મેઘરાજાએ જીવનદાન આપી દીધુ છે. 
રાજકોટ : રાજકોટ શહેર સહિત જિલ્લામાં આજે બપોર બાદ વિજળીના કડાકા ભડાકા સાથે એકથી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો કોટડાસાાંગાણીમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા નદી-નાળામાં નવા નીર આવ્યા હતા. દિવસ દરમ્યાન કુલ ત્રણ ઈંચ વરસાદ પડયો છે જ્યારે ગોંડલ-જસદણ-પડધરીમાં સવા ઈંચ, જેતપુરમાં એક ઈંચ, ઉપલેટામાં અડધો ઈંચ વરસાદ પડયો છે કાગદડી ગામે વિજળી પડતા એક ગાય, અડબાલકામાં ચાર ભેંસ અને નારણકામાં એક ભેંસનું મોત થયુ છે. 
સોરઠમાં ઝાંપટાથી 3 ઈંચ 
જુનાગઢમાં લાંબા વિરામ બાદ આજે મેઘાએ ઝરમર વરસવાનું ચાલુ કર્યુ હતુ જો કે, માંડ 17 મી.મી. વરસ્યો હતો પરંતુ આ વરસાદના કારણે મનપાની ચુંટણીમાં ખુબ ઓછુ મતદાન થવા પામ્યુ હતુ જો કે,જુનાગઢની સાથે મેંદરડા, માળિયા, વંથલીમાં સવારથી ઝાપટા શરૂ રહેવા પામ્યા હતા 15 થી 20 મી.મી. જેવો વરસાદ નોંધાયો હતો જ્યારે ભેંસાણમાં બે ઈંચ અને વિસાવદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ થઈ જતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા અને વાવેલી મોલાતોમાં નવા પ્રાણ આવ્યા હતા. 
અમરેલી : અમરેલી સહીત જિલ્લા ભરમાં આજે રવિવારની સવારથીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડેલ હતો જેમાં લીલીયામાં બે કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદપડેલ હતો,જયારે જિલ્લાના બગસરા અને લાઠીમાં અઢી ઇંચ જયારે 
રવિવારે વહેલી સવારે અમરેલી સહીત જિલ્લા ભરમાં 1 થી 3 ઇંચ વરસાદ પડી ગયેલ હતો રવિવારની સવારથી અમરેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 2 ઈચ વરસાદ પડી ગયેલ હતો,જયારે લીલિયામાં ધોધમાર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડેલ હતો,જયારે બગસરા/અને લાઠીમાં 2હહ ઇંચ તેમજ વડિયામાં/સાવરકુંડલા/ધારીમાં 2 ઇંચ વરસાદ પડેલ હતો,તેમજ ખાંભા/બાબરા/માં 1 ઈંચ વરસાદ અને રાજુલામાં અડધો ઇંચ પડેલ હતો, 
ગોહિલવાડ : ભાવનગર શહેર-જિલ્લામાં વહેલી સવારે વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જિલ્લામાં અર્ધાથી સવા બે ઈંચ વરસાદ પડયો છે વહેલી પરોઢે વાદળોના ગડગડાટ સાથે વિજળીના કડાકા ભડાકાએ લોકોમાં ભયની લાગણી ફેલાવી હતી.
ભાવનગર શહેરમાં 52મી.મી. વરસાદ પડતા સીઝનનો કુલ વરસાદ 327મી.મી. થયો છે શહેર ઉપરાંત ઉમરાળામાં સવા બે ઈંચ, વલભીપુરમાં બે ઈંચ, પાલીતાણામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે વરસાદ દરમ્યાન શહેરના શિવાજી સર્કલ નજીક એક ઝાડ પર વિજળી પડી હતી.
ભાવનગર શહેરમાં વહેલી સવારે કાળાનાળા વિસ્તારમાં માધવજ્યોત બિલ્ડીંગ પાસે આવેલ વડલાનું ઝાડ ધરાશાયી થયુ હતુ જ્યારે બીજા બનાવમાં શહેરના આંબાવાડી વિસ્તારમાં મંગળામાતાના મંદિર નજીક ગૌમુખ સોસાયટી પાસે એક ઝાડ ધરાશાયી થયુ હતુ. 
કાલાવડ : જામનગર જિલ્લા માં મેઘાવી માહોલ વચ્ચે આજે કાલાવડ પંથક માં એક ઇંચ વરસાદ થયો હતો. તો ધ્રોલ અને જામનગરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. જામનગર જિલ્લા માં આજે વરસાદી માહોલ વચ્ચે કાલાવડ પંથક માં 30 મી.મી. એટલેકે એક ઇંચ થી વધુ વરસાદ થયો હતો. તો ધ્રોલ માં 2 મી મી નું વરસાદી ઝાપટું વરસ્યું હતું જ્યારે જામનગર શહેર માં વરસાદી છાટા પડતા ફક્ત રોડ ભીના થયા હતા.,
ટંકારા: ટંકારામાં આજે સાંજે 6 વાગ્યા આસપાસ જોરદાર વરસાદ ગાજવીજ સાથે શરૂ થયેલ મામલતદાર કચેરીના જણાવ્યા મુજબ 66 મી.મી. વરસાદ નોંધાયેલ છે મોસમનો વરસાદ 86મી.મી. થયેલ છે. ટંકારા તથા આજુબાજુના ગામડાઓમાં વરસાદના સારા સમાચાર છે મેઘરાજાનું આગમન થતા લોકોમાં રાહત અને આનંદની લાગણી ફેલાયેલ છે.
ગોંડલ : ગોંડલ ખાતે સવારે ધનાધન અડધા ઈંચ વરસાદ બાદ સાંજે સાડા છના સુમારે વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ફરીવારધમાકેદાર એન્ટ્રી કરી પોણો ઇંચ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા આમ દિવસ દરમ્યાન ગોંડલમાં સવાર ઈંચ ધોધમાર વરસાદ પડ્યો હતો.
કોટડાસાંગાણી : કોટડાસાંગાણી સહીતના આસપાસના ગામોમા વહેલી સવારથીજ વરસાદિ માહોલ છવાયો હતો.જેમા દિવસ દરમિયાન કોટડાસાંગાણીમા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યુ હતુ.વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડુતોમા ખુશી જોવા મળી હતી. ધોધમાર વરસાદ વચ્ચે સાંજના સુમારે વિજળીના અવાજે અને ચમકારાઓએ ગામવાસીઓને ગભરાવ્યા હતા દિવસનો ત્રણ ઈંચ વરસાદ મામલતદાર કચેરીમાં નોંધયો હતો.
સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકા પંથક માં વહેલી સવાર થીજ કડાકા ભડાકા અને વીજળી સાથે ગાજવીજ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ 220 કે.વી. સબસ્ટેશન ના ટાવર અને ટ્રાન્સફોરમ પર વીજળી પડતા ભારે નુકસાન થયું હતું સમગ્ર તાલુકા માં લાઈટો ગુલ થવા પામી હતી તથા સાવરકુંડલા તાલુકા ના મોટાઝીંઝુડા ગામ ખાતે નટુભાઈ દિલુભાઈ ખુમાણના ઘર પર તથા બાઢડા ગામ ખાતે પ્રવીણભાઈ બાવાજી ના ઘર પર વીજળી પડતા દીવાલ તથા સ્લેબ માં ગાબડા પડયા હતા અને ઈલેકટ્રીક સમાન બળી જવા પામ્યો હતો.
જેતપુર : જેતપુરમાં આજે સવારે વિજળીના કડાકા ભડાકા સાથે આઠ વાગ્યે જોરદાર વરસાદ શરૂ થયો હતો જે એક કલાક સુધી ચાલુ રહ્યો હતો અને એક ઈંચ વરસાદ પડયો હતો આખો દિવસ વાદળિયુ વાતાવરણ રહ્યુ છે.
ગઢડા : બોટાદમાં ગઈકાલે સાંજના 6 વાગ્યાથી આજરોજ સાંજના છ કલાક દરમ્યાન પડેલ વરસાદની યાદી: બોટાદ જિલ્લામાં 40 મી.મી. વરસાદ પડેલ છે. બોટાદમાં 7મી.મી. અને ગઢડામાં 33 એમએમ વરસાદ પડેલ છે. 
ચોટીલા : ચોટીલા તાલુકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો લાંબા સમય બાદ વરસાદી માહોલ સર્જાતા ખેડુતોમાં ખુશીની લહેર ફરી વળી છે આજે ચોટીલામાં અડધો ઈંચ જ્યારે થાનમાં 1॥ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય ગામડાઓમાં ઝાંપટા 
વરસ્યા હતા. 
કોટડાપીઠા : બાબરા તાલુકાના કોટડાપીઠા વિસ્તારના કોટડાપીઠા, વાવડા, ઉંટવડ, નવાણીયા, પાતસડા, ગરણી વગેરે ગામડાઓમાં વાવણી બાદ એકાદ માસના વિરામ બાદ રવિવારે સવારે અડધાથી એક ઈંચ જેવો વરસાદ પડતા મુરજાતી મોલાતને જીવનદાન મળેલ છે. 
દામનગર : દામનગર માં વરસાદ વહેલી સવાર ના પાંચ કલાકે શરૂ થયેલ વરસાદ સવાર ના આઠ સુધી વરસતા એક ઇસ કરતા વધુ વરસાદ થી ભારે રાહત અનુભવતા ખેડૂતો લાંબા વિરામ બાદ આજે વહેલી સવારે વરસાદ આવતા ખુશી વ્યાપી હતી વરસાદે લાંબા વિરામ બાદ એન્ટ્રી કરતા સર્વત્ર ખુશી જોવા મળી હતી 
બાબરા : બાબરા તાલુકા માં આજે સવારે ભારે ઉકળાટ અને બફારા સાથે મેઘરાજા એ અમી દ્રષ્ટિ કરતા એક ઇંચ વરસાદી પાણી પડ્યું હતું. તાલુકા માં વાયુ વાવાજોડા ના સમય બાદ મેઘરાજા રિસાયા હોઈ તેમ નહિવત વરસાદ ના કારણે ખેડૂતો ના ઉભા પાક મુરજાઈ ચુક્યા હતા અને વરસાદ ની ચાતક નજરે રાહ જોવા માં આવી રહી હતી ત્યારે આજે 22 મીમી વરસાદી પાણી પડતા મોટી રાહત થઈ છે.
મેંદરડા : મેંદરડા પથક મા ફરી બીજા દિવસે પોણાથી એક ઇંચ વરસાદ વરસ્યો હતો સવારે નવ વાગ્યા આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી ઉભરાઇ હતી.
જામકંડોરણા : જામકંડોરણામાં આજે અસહ્ય બફારા અને ઉકળાટ બાદ સાંજે સાત વાગ્યે વરસાદ શરૂ થયો હતો જે આઠ વાગ્યા સુધીમાં 18 મી.મી.વરસાદ નોંધાયો છે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ખડીયા :જુનાગઢ તાલુકાના ખડીયા ગામે વિજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચ વરસાદ પડી જતા ખેડુતોમાં ખુશી છવાઈ ગઈ હતી.
ચાચાપર : મોરબીમના ચાચાપર ગામે સાંજના પાંચ વાગ્યાની આસપાસ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો બે કલાક સુધી એકધારો એક ઈંચ વરસાદ પડતા મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યુ છે. 
ધોરાજી : રવિવાર નાં રોજ સવારે અચાનક વાતાવરણ મા પલ્ટો આવતાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદની હેલી જોવાં મળી હતી અને દોઢ મહિના વિરામ બાદ વરૂણ દેવ મન મુકીને વરસ્યો હતો મુરજાયેલા મોલ ને નવું જીવન દાન મળ્યું હતું ધોરાજી પંથકમાં બે કલાક નાં વરસાદ આંકડા સરકારી ચોપડે 35 મીમી વરસાદ નોંધાયો હતો સમગ્ર વાતાવરણ મા ઠંડી પ્રસરી ગઇ હતી. વિસાવદર 3
કોટડાસાંગાણી 3
લીલીયા 3
બગસરા 2॥
લાઠી 2॥
ટંકારા 2॥
ઉમરાળા 2
વલ્લભીપુર 2
ભેસાણ 2
સાવરકુંડલા 2
વડીયા 2
ધારી 2
જેસર 1॥
ઘોઘા 1॥
જસદણ 1
પડધરી 1
ધોરાજી 1
ગોંડલ 1
ગઢડા 1
જેતપુર 1
ગારીયાધાર 1
પાલીતાણા 1
બાબરા 1
દામનગર 1
કાલાવડ 1

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..