મોરબી જિલ્લાના રાજપુત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું 28મીએ સન્માન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. મોરબી જીલ્લાના રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ આગામી તારીખ 28ને રવિવારે બપોરે 12:30 કલાકે રત્નકલા એક્સપોર્ટની અંદર, સ્કાય મોલની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે યોજવામાં આવશે.
આ સમારંભમાં મોરબી, ખીજડીયા, વાધરવા, ઝીંઝુવાડા, શનાળા, ગુંગણ, કડિયાનાં, જીવાપર, પંચાસર, ચુર, વાઘપર, ફાટસર, બેલા, શાપર, રંગપર, વિરપર, લજાઈ વગેરે જેવા ગામોના રાજપૂત સમાજના આગેવાનો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે. આ સન્માન સમારંભમાં 2018-19 માં જી.પી.એસ.સી.ની પરીક્ષામાં પાસ થયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ-બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત બહેનોના ઉચ્ચ શિક્ષણ માટે, ધોરણ 10 પછી ઉચ્ચ શિક્ષણ માટે, ધોરણ 10માં સારા ટકા લાવનાર વિદ્યાર્થીઓ માટે, ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે, એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે પુરસ્કાર અને સ્કોલરશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ શિક્ષણ વિભાગના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાનેથી યોજાશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગૃહ અને કાયદા વિભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજા, કૃષિ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને જામનગર રાજપૂત સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્વર્ણિમ ગુજરાત કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના ઉપસ્થિત રહેશે.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..