મોરબી: ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા ની ભાવભેર ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16.7.2019 ના રોજ ગુરુપૂર્ણિમા ના પાવન અવસરે મોરબીની પ્રતિષ્ઠિત અને શિરમોર સમી સંસ્થા ગ્રીનવેલી સ્કૂલ ખાતે જીવનમાં ગુરૂનું સ્થાન જ શિરમોર છે તેવા સત્યને ઉજાગર કરવા અને વિદ્યાર્થીઓમાં તેઓના માતાપિતા અને ગુરૂનું માહત્મ્ય દર્શાવવાના હેતુ સાથે ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓ અને સંસ્થામાં પોતાના જ્ઞાનનું ભાથું પીરસનાર શિક્ષકો હાજર રહયા હતા. કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના થી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુનો મહિમા દર્શાવતું સુંદર નાટક તથા ગીતો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ. આ પાવન પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી વિનોદભાઈ ખાંડીવાર તથા સંસ્થાના એજ્યુકેશનલ ડાયરેક્ટર  જનીભાઈ ઉપસ્થિત રહ્યા  હતા. તેમજ તમામ શિક્ષકોને સુંદર પુસ્તક આપી તેમના કાર્યને બિરદાવવા આવેલ કાર્યક્રમને અંતે રાષ્ટ્રગીત ગાઈને સૌ પોતાના શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..