મોરબી:ત્રિમંદીરે ગુરુપૂર્ણિમાના પાવન દિવસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ

હજ્જારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા : મહા પ્રસાદ, સત્સંગ, દાંડિયા રાસ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા 

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા)  તા. 16-7, મોરબી શહેરના નવલખી રોડ સ્થિત પૂ. દાદા ભગવાનના પ્રારુપ  ત્રિમંદીર ખાતે 16-7 ના રોજ ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 

સાંજે 4 થી 9 દરમિયાન યોજાયેલા આ ભવ્ય ક્રાર્યક્રમમાં હજ્જારોની સંખ્યમાં ભાવિકજનો ઉમટી પડ્યા હતા. “ગુરુપૂર્ણિમા” ના પાવન દિવસે ભાવિકોએ દાદા ભગવાનને પુષ્પાંજલિ અર્પિત કરી પૂજાનો વિશેષ લાભ પ્રાપ્ત કરેલ હતો. 

દૂર દૂરથી પધારેલા મહેમાનો ભક્તજનોએ દાદા ભગવાનના પૂજન અર્ચન સાથે ભક્તિ સત્સંગ, સામાયિક, અને ગરબા સાથે મહા પ્રસાદનો લાભ પ્રાપ્ત કર્યો હતો. 

ત્રિમંદીર ખાતે પધારેલા મહેમાનોની વ્યવસ્થા જાળવવા સ્વયંસેવી ભાઈઓ બહેનોએ ભક્તિભાવથી સેવા આપી સુંદર વ્યવસ્થા જાળવી હતી. 

ત્રિમંદિરે પધારેલા સૌ કોઈએ ભક્તિમય વાતાવરણમાં “ગુરુપૂણીમાં” ની શાનદાર ઉજવણી કરી હતી. 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..