જસદણના મોક્ષ ધામ માં મહાદેવ ગૃપ દ્વારા સફાઈ અભિયાન છેડાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. જસદણ શહેરમાં આવેલ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામ ખાતે મહાદેવ ગૃપ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષોના થડમાં રહેલા પ્લાસ્ટિકને  હટાવવામાં આવ્યા હતા વધુમાં ફુવારાના પાણીમાં થયેલ સેવાળ  દૂર કરાયો હતો તેમજ ચીડિયા ઘરની સફાઈ કરી મોક્ષધામના મેદાનમાં જ્યાં ત્યાં પડેલો કચરો અને લાકડાઓ દૂર કરી મોક્ષધામને સુંદર બનાવવામાં આવ્યું હતું જસદણના વિચારોને ચાલતું મહાદેવ ગૃપ છેલ્લા દોઢ વર્ષથી સેવાકીય પ્રવૃતિઓને કાર્ય કરી રહ્યું છે આ ગ્રુપના તમામ મેમ્બરોએ પોતાના સ્વખર્ચે સેવા કાર્ય કરી રહ્યા છે કોઈ ધર્મ કે જાતિના ભેદભાવ વગર દરેક ધર્મના જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી કોઈપણ રીતે મદદ કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે આ સિવાય મહાદેવ ગૃપ દ્વારા કોઈપણ ફાળો એકઠો કાર્ય વગર પોતાના સ્વખર્ચે ઉતાસણી તેમજ ઉતરાયણ જેવા વાર-તહેવારે ગરીબ લોકોને તલના લાડુ, મમરાના લાડુ, ચીકી, બિસ્કીટ પતંગ દોરા તેમજ ખજુર જેવી ચીજો પણ આપવામાં આવે છે  જસદણ હરિયાળી જળવાઈ રહે તેવા હેતુથી મહાદેવ ગૃપ દ્વારા આગામી દિવસોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવશે, વધુમાં ૧૫મી ઓગસ્ટના દિવસે જસદણના જૂના બસ સ્ટેન્ડ ખાતે જાહેરમાં ધ્વજવંદન કરવામાં આવશે તેવા ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આ તકે જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષધામમાં રાત-દિવસ સેવા આપતા રમેશભાઈ અને કલ્પેશભાઈએ મહાદેવ ગ્રુપના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું હતું આ ગ્રુપના દરેક મેમ્બરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ( અહેવાલ : વિપુલ એમ. પ્રજાપતિ) 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..