મોરબી જિલ્લમાં 91 હજાર હેક્ટર જમીનમાં પાકનું વાવેતર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 12-7, મોરબી જિલ્‍લામાં ચાલુ વર્ષે  પડેલા વરસાદ બાદ જગતના તાત વાવણીના કાર્યમાં જોડાઈ ગયા છે. જિલ્‍લાના વિવિધ વિસ્‍તારોની જમીનને અનુરૂપ ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણી ખેડુતો કરી રહયા છે. ચોમાસાના પ્રારંભ બાદ જિલ્‍લામાં પડેલા વરસાદને ધ્‍યાને લઈ તા.૦૬  સુધીમાં જિલ્‍લાની ૯૧,૨૮૭ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્‍લા ખેતીવાડી અધિકારી  ડી.બી. ગજેરા દ્વારા પ્રાપ્‍ત થયેલ માહિતી મુજબ જિલ્‍લાનો છેલ્‍લા ત્રણ વર્ષનો સામાન્‍ય વાવેતર વિસ્‍તાર ૩,૩૫,૮૯૯ હેકટર રહયો છે. તેની સામે અત્‍યાર સુધીમાં જિલ્લાની ૯૧,૨૮૭ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી કપાસ (પિયત)નું ૭૧,૧૦૮ હેકટર, મગફળી ૧૪,૮૭૬ હેકટર, તલ ૨૪૭ હેકટર, બાજરી ૧૦ હેકટર, શાકભાજી ૩૦૦ હેકટર અને ઘાસચારાનું ૪,૭૪૬ હેકટરમાં વાવેતર કરવામાં આવ્‍યું છે.

મોરબી તાલુકામાં ૪,૭૮૦ હેકટર જમીનમાં, માળીયા તાલુકામાં ૧,૩૯૦ હેકટર જમીનમાં, ટંકારા તાલુકામાં ૩,૬૮૫ હેકટર જમીનમાં, વાંકાનેર તાલુકામાં ૨૫,૯૯૧ હેકટર જમીનમાં, હળવદ તાલુકામાં ૫૫,૪૪૫ હેકટર જમીનમાં મળી અત્‍યાર સુધીમાં  જિલ્‍લાની કૂલ ૯૧,૨૮૭ હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ વાવેતર કર્યું છે.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………….. Advertisement …………………….