મોરબી-રાજકોટ હાઇવે પર અકસ્માત : કાર ચાલકનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 10-7, મોરબી રાજકોટ હાઈવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ આજે પણ વધુ એક અકસ્માત સર્જાયો હતો ધ્રુવનગર નજીક ટ્રક અને કાર અથડાતા કારસવાર યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો

મોરબીના શનાળા રોડ પરના હિરલ પાર્કમાં રહેતા ગુણવંતભાઈ પટેલનો પુત્ર  વૈભવ પટેલ આજે સવારે તેની કાર લઈને મોરબીથી રાજકોટ તરફ જઈ રહ્યો  હતો ત્યારે ધ્રુવનગર નજીક ટ્રક સાથે તેની કાર અથડાઈ હતી અકસ્માતને પગલે કારસવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………….. Advertisement …………………….