મોરબી સ્વચ્છતા ટીમનું પંચાસર રોડ પર સફાઈ અભિયાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. “ચાલો આપણે મોરબીને સ્વચ્છ બનાવીએ ”. મોરબી શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ હેઠળ સફાઈ કરતા મોરબી સ્વછતા અભિયાન ટીમના યુવાનો,બહેનો, વડીલો, નાના ભૂલકાઓ દ્વારા આજે પંચાસર રોડ પરના હરસિદ્ધિ હનુમાન મંદિર સહિતના વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

મોરબીના પંચાસર રોડ પર હર સિદ્ધિ હનુમાન મંદિર પાસે આજે સ્વચ્છતા ટીમે સફાઈ અભિયાન ચલાવ્યું હતું. સ્વછતા અભિયાનમાં ૧૨૦ નાગરિકો જોડાયા હતા. સાથે જ મોરબી નગર પાલિકાના કાઉન્સીલર જ્યોત્સનાબેન ભીમાણી સાથે મોટી સંખ્યામાં બહેનો પણ સફાઈ અભિયાન માં જોડાયા હતા અને સાથે પંચાસર રોડ પરના સોસાયટીના લોકો, દુકાનદારોને સ્વચ્છતા અંગે જાગૃત કરીને કચરો કચરા પેટીમાં નાખવો તેવો સંકલ્પ લેવડાવ્યો હતો

તે ઉપરાંત મોરબીની મહિલા ટીમ પણ દર શુક્રવારે સફાઈ અભિયાન ચલાવી રહી છે જેના દ્વારા બાપા સીતારામ ચોકમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

 

……………………….. Advertisement …………………………..