આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 03-7, મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે આગામી 3 દિવસ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છને આંશિક રીતે બાદ કરતા વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 3 જૂલાઇએ રાજ્યમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દીવમાં હળવા વરસાદની આગાહી છે.
4 જૂલાઇએ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી છે. 5-6-7 જૂલાઈએ રાજ્યના આમંજ, ખેડા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છના કેટલાક ભાગમાં હળવો વરસાદ થશે.

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..