સાવધાન : જો તમે olx પર કોઈ વસ્તુ વેચવા મૂકી છે તો આ સમાચાર આપનાં માટે ખુબ જરૂરી છે

EXCLUSIVE REPORT

પૈસા ઓનલાઇન ચુકવવાં ગૂગલ પે નો કોડ માંગી અનેક લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) જો  તમે ઓનલાઇન કલાસીફાયડ વેબસાઈટ OLX  પર કોઇપણ વસ્તુ વેચવા મુકો છો તો તમારા પર “9161157053” આ નંબર પરથી નકલી ગ્રાહક બની “તમારી વસ્તુ ખરીદવી છે પણ હું ઓનલાઇન પેમેન્ટ કરી શકીશ” એમ જણાવી પોતે સેનાનો ઓફિસર હોવાની ઓળખાણ આપીને વિશ્વાસમાં  લઈ લોકો પાસેથી  ગૂગલ પેમેન્ટ એપ્સની ડિટેઈલ્સ  માંગી તેમાં ઓનલાઈન પૈસા ચૂકવી આપવાની વાત કરી ગૂગલ પે  એપ્સનો  QR કોડ માંગી બેંક ડિટેઇલ હેક કરીને ખાતામાંથી તમામ બેલેન્સની ઉઠાંતરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગ સક્રિય થઇ છે. આવી જ ચુંગાલમાં મોરબી શહેરના ચાવડા અશોકભાઈ આવી જતા તેમને પોતાનું LCD મોનિટર OLX પર મૂક્યું હતું તેને આ ટોળકીએ તેમને ગુગલ પે દ્વારા ઓનલાઇન રૂપિયા જમા કરી આપવાની વાત કરી ગૂગલે પે જેવી પેમેન્ટ એપ્સનો લૂપ હોલ શોધી  ગૂગલે પેમેન્ટ રિસીવનો QR ની માંગણી કરી હતી. જે અશોકભાઈએ આપતાની સાથે જ ખાતામાંથી 4805 જેવી રકમ તફડાવી ગયા હતા જેની અશોકભાઈ દ્વારા સાયબર  ક્રાઇમ પોલીસમાં  ફરિયાદ નોંધવી છે. આમ ગૂગલે પે જેવી એપ્સથી ઓનલાઇન ફ્રોડ થઇ શકે છે. આથી OLX પર કોઈપણ ને તમારી ગૂગલે પે  નો કોડ  શેર કરવો નહિ. કે બેંક ખાતાની  માહિતી આપવી નહિ.. ( આ સમાચાર આપ સૌ પ્રથમ દિવ્યક્રાંતિ દ્વારા વાંચી રહ્યા છો.) આવા વધુ સમાચારોથી અપડેટ રહેવા ફેસબુક પેજ નીચે આપેલ લિંક પરથી લાઈક કરી લેશો

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………….. Advertisement …………………………