ગુજરાતમાં સૌપ્રથમ વખત 51 લાખના ઇનામ સાથેની યોગ સ્પર્ધા યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી: હમણાં 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો હતો, જેમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે યુવા રન ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત 51 લાખના અલગ અલગ ઇનામ સાથેની યોગ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા કરવાનો ખાસ હેતુ ઘર ઘર સુધી યોગ લઇ જઇ શકીએ તથા યોગનું દરેક લોકો મહત્વ સમજે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવાં આવ્યું છે. આ સ્પર્ધા સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે. હાલ તારીખ – 14 જુલાઈ 2019 ના રોજ રાજકોટની આત્મીય કોલેજ કેમ્પસ ખાતે આ સ્પર્ધા યોજાવાની છે જેમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર આ ત્રણ જિલ્લાની યોગ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ જ પ્રકારનો ચાર્જ વિદ્યાર્થીઓએ આપવાનો નથી એકદમ નિઃશુલ્ક છે. આ સાથે આ સ્પર્ધામાં વાયજુથ નીચે પ્રમાણે રહેશે. જેમાં Under – 10, Under – 10 to 15, Under – 15 to 20, Under – 20 to 25. વાયજુથ મુજબ છોકરા અને છોકરીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. હાલ 3000 થી પણ વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. આ ત્રણ જિલ્લામાં તમામ વિદ્યાર્થીઓ તારીખ – 10 જુલાઈ સુધીમાં આ નંબર – 9687106808, 9328302765 પર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી, આ સ્પર્ધામાં ઇનામ જીતવાનો લાભ લેવા યુવા રન ફાઉન્ડેશન તરફથી તમામને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે..
 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………