મોરબી: માનવ અધિકાર એસોસિએશનના સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે અશોકભાઈ ઝાલરિયાની નિમણુંક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ઇન્ડિયન માનવ અધિકારી એસોસીએશન પ્રદેશ અધ્યક્ષ પ્રેમચંદ યાદવના અધ્યક્ષસ્થાને તાજેતરમાં એસોની મીટીંગ મળી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં અશોકભાઈ ઝાલરીયાને સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે તેમજ જયંતભાઈ વડગામાની સૌરાષ્ટ્ર મંડળના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. 

આ બેઠકમાં જેક છૈયા, વિનેશ સવસેટા, ગોકુલ પરમાર, અશોક ઝાલરિયા, રવજી ઉલવારાડા, રઘુરાજસિંહ જાડેજા, રેખાબેન સોલંકી, બીપ પટેલ, સત્તારભાઈ વિડજા, ભરતભાઈ મહેતા, વસંતભાઈ , કાનાભાઇ રાજગોર, નરેન્દ્ર પરમાર, ક્રિપાલસિંહ ઝાલા, અમિતભાઇ પનારા, શનિભાઈ લીંબાણી, પ્રાગજીભાઈ રાજપરા, દિવ્યેશભાઈ ખારેજા સહિતના સૌરાષ્ટ્ર મંડળના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અશોકભાઈ ઝાલરીયાને સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે.

હોદેદારોની નિયુક્તિ ઉપરાંત મહિલા સુરક્ષા, બિહારની આરોગ્ય સમસ્યા મુદે ચર્ચા કરીને જયારે બનાવ બને છે ત્યારે જ સરકાર અને તંત્ર જાગે છે તેને વખોડીને રાજ્ય સરકાર બધી સરકારી અને અર્ધ સરકારી સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવે તેમજ ગુન્હાખોરી ડામવા યોગ્ય પગલા ભરે તે મુદે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………