મોરબી: સીઝનના પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

શહેરના હાર્દ સમાં સનાળા રોડ, લાતી પ્લોટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા 

 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25, મોરબી શહેરના હાર્દ સમા સનાળા રોડ પર પ્રથમ વરસાદે જ પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે હજુ સિઝનનો પ્રથમ જ વરસાદ પડ્યો હોય અને એ પણ મામૂલી વરસાદ હોવા છતાં જો મોરબી શહેરના હાર્દ સમા સનાળા રોડ, લાતી પ્લોટ જેવા અનેક વિસ્તારો પાણી ભરાઈ જતું હોય તો આવનારા ચોમાસાના બાકી દિવસોમાં હાલાકી કેટલી ભોગવવી પડશે તે સમજી શકાય છે તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે વરસાદી પ્રિમોન્સુન કામગીરી નો પ્રારંભ કરી શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. (અહેવાલ : વિશાલ દવે)

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………