મોરબી : ABVP દ્વારા સદસ્યતા અભિયાન અંગેના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું

 (દિવ્ય ક્રાંતિ ન્યુઝ), તા. ૨૫ મોરબી ABVP દ્વારા સદસ્યતા અભિયાન અંગેના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યુ હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશ ના પૂનઃનિર્માણ ના ધ્યેય લઈને રચનાત્મક કાર્ય કરતું દેશ નું નહીં પરંતુ વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાય ના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષ માં ઉભું રહેવા માટે પ્રતિબદ્ધ છે.
તે જ રીતે મોરબી જિલ્લા દ્વારા સદસ્યતા અભિયાન અંગે ની બેઠક માં ABVP Membership 2019 ના પોસ્ટર નું વિમોચન કરવામાં આવ્યું તથા બેઠક માં ઉપસ્થિત કાર્યકર્તાઓ ની સદસ્યતા કરવામાં આવી. તા. 25જૂન થી 5જુલાઈ દરમ્યાન સ્કૂલ માં સદસ્યતા અભિયાન ચલાવામાં આવશે. તા. 25જુલાઈ થી 15ઓગસ્ટ દરમિયાન વિવિધ કૉલેજ અને હોસ્ટેલમાં તથા તા.1 થી 7સપ્ટેમ્બર દરમિયાન પ્રોફેશનલ કોર્સીસમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે, સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન માં

જોડાવા માટે 8347299946 સંપર્ક કરવા અખબારી યાદી માં જણાવાયું છે.

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………