ગુજરાતમાં 3 દિવસમાં વરસાદ : હવામાન ખાતાની આગાહી

One of the 1000's of high resolution textures available from Mayang's Free Textures - see http://www.mayang.com/textures/ This texture may not be sold without permission from the authors.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22, વાયુ વાવાઝોડાએ દિશા બદલીને ગુજરાતને મોટી ઘાતમાંથી બચાવી લીધું છે પણ નૌઋત્યના ચોમાસાની સિસ્ટમને તેણે વેરવિખેર કરી દીધી છે. છેલ્લા ચારેક દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જતાં સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી ફરીથી રરમીએ જોર પકડ્યુ છે. અને લોકો રરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ગરમીની સાથે દ લોકો બફારાથી પણ રાતાપીળા થઇ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગમી 23 થી 26 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.ત્યારે તમને જણાવી દઇએ કે, વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે જેને કારણે વરસાદની સિસ્ટમ ખોરવાઇ નથી. જેને કારણે રાજ્યમાં વરસાદ યોગ્ય સમયે જ એટલે 23થી 26 જૂનનાં રોજ થશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

24 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે હળવો વરસાદ થઇ શકે છે. 24મી તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. જેમા સાબકાંઠા, અરવ્વલી, વડોદરા, આણંદ અને સુરતનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે કેરળમાં 8 જૂનનાં રોજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા પછી તેની ગતિ ધીમી પડી ગઇ હતી. હવે આ ચોમાસું આગળ વધી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. બીજી તરફ, કોલકાતામાં પણ ચોમાસું બેસી ગયું છે અને વરસાદની શરૂઆત થઇ છે.

હવે ગુજરાતમાં પણ 24 અને 25 જૂનનાં રોજ વિધિવત રીતે ચોમાસુ બેસી જશે. જેનાથી ગરમી અને બફારથી ત્રસ્ત લોકો રાહત અનુભવશે.