મોરબી: લોકોએ ઉત્સાહભેર ઉજવ્યો યોગ દિવસ

એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે વહીવટી વિભાગ અને સરકારના રમતગમત અને યુવા પ્રતિભા વિભાગ ગાંધીનગર દ્વારા યોજાયો યોગ કાર્યક્રમ

ફિઝીયોફિટ ફિટનેસ સેન્ટર ના અનુભવી ટ્રેનર  દ્વારા લોકોને યોગનું પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

અધિકારીઓ પદાધિકારીઓ તથા રાજકીય અગ્રણીઓ સાથે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો શહીદ મોટીસંખ્યામાં મોરબીવાસીઓ એ યોગ દિવસની ઉજવણી કરી હતી
ફિઝીયોફિટ ફિટનેસ સેન્ટર ના અનુભવી ટ્રેનર  દ્વારા લોકોને યોગનું પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિશાળ સંખ્યામાં લોકોએ યોગ દિવસની શાનદાર ઉજવણી કરી.

(દિવ્યક્રાંતિ ન્યુઝ), ભારતના પ્રયાસ થી 21 જૂનના જાહેર થયેલા વિશ્વ યોગ દિવસની આખા દેશભરમાં ઉજવણી થઇ હતી ત્યારે મોરબી શહેરના એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના રમત ગમે અને યુવા પ્રતિભા વિભાગ તથા વહીવટી વિભાગ દ્વારા આયોજિત 21 જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ શિબિરમાં હજારોની સંખ્યામાં મોરબીના નગરજનો જોડાયા હતા

યોગ કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ તથા રાજકીય અગ્રણીઓ સાથે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો શહીદ મોટીસંખ્યામાં મોરબીવાસીઓ એ યોગ દિવસની ઉજવણી કરી હતી આ યોગ શિબિરમાં લોકોએ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અતિશય જરૂરી એવા યોગના વિવિધ આસનો કરી જીવનમાં યોગનું મહત્વ સમજી નિયમિત યોગ કરવા સંકલ્પબદ્ધ થયા હતા

આ યોગ શિબિરમાં યોગાસનની ટ્રેનિંગ આપવા માટે મોરબીના પ્રખ્યાત ફિઝીયોફિટ ફિટનેસ સેન્ટર ના અનુભવી ટ્રેનર  દ્વારા લોકોને યોગનું પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આમ વિશાળ સંખ્યામાં લોકોએ યોગ દિવસની શાનદાર ઉજવણી કરી.
અહેવાલ – જયદેવ બુધ્ધભટ્ટી 
 
સમાચાર ફેસબુક પર મેળવવા પેજ લાઈક કરી લેશો 

……………………………………. Advertisements  …………………………………..

દિવ્યક્રાંતિનો “હેલ્થ એન્ડ ફિટનેસ” વિશેષાંક ડાઉનલોડ કરવા નીચે પેજ પર ક્લિક કરો