શિક્ષિત બેરોજગારોની મજાક ઉડાવતું રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ : પહેલા પરીક્ષા રદ્દ કરી બાદમાં ગુજરાતના બદલે અન્ય રાજ્યમાં પરીક્ષા કેન્દ્ર બદલ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગુજરાતના બદલે અન્ય રાજ્યમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા શિક્ષિત બેરોજગારો માં ભારે રોષ વ્યાપી ગયો છે
આ અંગે શિક્ષિત બેરોજગાર જણાવ્યા અનુસાર રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી અંગેની જાહેરાત આપીને પરીક્ષા લેવાનું આયોજન તારીખ 23-5-2019 ના રોજ કરાયું હતું. આ પરીક્ષા ગુજરાતમાં ગોઠવાઇ હતી જોકે ગત તારીખ 23-5-2019 ના ટેકનીકલ ખામીને લીધે પરીક્ષા રદ કરાઇ હતી અને રિશિડ્યુલ કર્યા બાદ ગુજરાતના વિધાર્થીઓને અન્ય રાજયોમાં સેન્ટર ફાળવવામાં આવ્યું છે જે ખરેખર બેરોજગાર માટે મશ્કરી સમાન છે રેલવેના ગેરવહીવટ તેને લીધે છેલ્લી ઘડીએ ગત તારીખ 23 5 2019 ના પરીક્ષા રદ કરવામાં આવતાં પરીક્ષા આપવા જતા અનેક શાસ્ત્રો અને ધક્કો થયો હતો અને બાદમાં જાહેર કરવામાં આવેલા કેન્દ્ર ગુજરાત ના બદલે અન્ય સ્ટેટમાં ફાળવી દેવાતા શિક્ષિત બેરોજગારો માટે પડ્યા પર પાટું સમાન હતું બેરોજગાર શિક્ષકોને રડાવનાર મુંબઈ સ્થિત રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે