મોરબી: માનવ અધિકાર એસોસિએશને RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા બદલ આભાર માન્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 15, મોરબીની માનવ અધિકાર એસોસિએશન દ્વારા જે વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા RTE  (રાઈટ ટૂ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ ન આપતી શાળાઓને શિક્ષણ અધિકારીને આપેલ એક આવેદનપાત્રમાં જણાવ્યું  કે : RTE  માં સેન્ટ મેરી સ્કૂલમાં RTE ના નિયમોનુસાર એડમિશન મળ્યા બાદ સ્કૂલમાંથી જણાવેલ કે આ બાબતે હાઈકોર્ટના નિર્ણય બાદ આ બાબતે યોગ્ય કરવામાં આવશે ત્યાં સુધી સ્કૂલ ઓથોરિટી એડમિશન આપી શકશે નહીં તો આ વિદ્યાર્થીઓને બીજી પ્રાયોરિટી સ્કૂલમાં જે સેન્ટ મેરી સ્કૂલના RTE ના લિસ્ટમાં આવેલ છે તે વિદ્યાર્થીઓને બીજી સેકન્ડરી સ્કૂલમાં એડમિશન આપવા વિનંતી જેથી બાળકોનું બાળકોનું વર્ષ અને અભ્યાસ ન બગડે।…  આ આવેદન બાદ શિક્ષણાધિકારીએ ખુબ સારો પ્રતિભાવ આપી તુરંત આ વિદ્યાર્થીઓને એડમિશન  અપાવેલ હતા. આમ વિદ્યાર્થીઓના પ્રશ્નનો સુખદ નિરાકરણ લાવવા બાદલ ઇન્ડિયન માનવ અધિકાર એસોસિએશનના મોરબી જિલ્લાના પ્રભારી વિનેશ સવસેટા,  લીંબાણી શનિભાઈ, અમિતભાઇ પનારા તથા તમામ સદસ્યોએ જિલ્લા શિક્ષણાધિકારીનો આભાર વ્યકત કર્યો હતો. 

 

વધુ સમાચાર મેળળવા ફેસબુક પેજ લાઈક કરો https://facebook.com/divyakrantinews