“વાયુ” બન્યું ઘાતક, પ્રચંડ વેગે ત્રાટકશે વાવાઝોડું

ગુજરાતનું ઐતિહાસિક પોણા ત્રણ લાખ લોકોનું સ્થળાંતર 

ગુજરાતના તમામ બંદરે ભયંકર વાવાઝોડાનું  “9” નંબર નું સિગ્નલ લગાવાયું  :   કંડલા બંદર ખાલી કરાવાયું  : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 12:00 વાગ્યે કંટ્રોલ રૂમની સમીક્ષા કરી 

(દિવ્યક્રાંતિ ન્યુઝ), ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકાર સતત ખડેપગે છે. મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. કન્ટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક પૂર્ણ થયા બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતુ કે, વાવાઝોડાને લઇને તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે. 57 જેટલા તાલુકાઓમાં વાવાઝોડાની અસર છે. સૂત્રાપાડા અને દીવમાં દરિયાના પાણી ધૂસ્યા છે. વાવાઝોડાની દિશા બદલાઈ નથી, તેની તીવ્રતામાં ઘટાડો થયો નથી. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની દિશા બદલાઈ નથી. પહેલા વેરાવળ અને મહુવા વચ્ચે આવવાનું હતું, જે હવે વેરાવળ અને દ્વારકા વચ્ચે આવશે. વાવાઝોડાની તીવ્રતામાં પણ કોઇ ઘટાડો થયો નથી. વાવાઝોડું આવી રહ્યું છે તે નિશ્ચિત છે. વાવાઝોડાથી નુકસાન ન થાય તેવી તૈયારી કરવામાં આવી છે. એનડીઆરએફની તમામ ટીમો તૈનાત છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વાયુ સેના એલર્ટ છે. પોરબંદર NDRF – SDRF  ટીમ સહીત સેનાની પણ મદદ લેવાઈ, તો કંડલા બંદરઃખાલી કરવામાં આવ્યું, રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમઓ અને કેન્દ્રનું ગૃહ મંત્રાલય પણ સંપર્કમાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાનું સરકારે આગોતરું આયોજન કર્યું છે. લોકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડેતે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. લોકો પણ તંત્રની કામગીરીમાં સહકાર આપી રહ્યાં છે.