રાજકોટ: સોની બજારમાં ગેરકાયદેસર બિલ્ડીંગ તુટશે તો કયા નેતાને કેટલા વૈધને ધર્યા તે ઉઘાડું પડશે?

ભૂ-માફિયાઓ એ માર્જિન ની જગ્યાએ ચણતર કરી રોકડી કરવાના ઘંઘા શરૂ કરી દિઘા છતા તંત્રના આંખ મીંચામણા

 
     (દિવ્યક્રાંતિ ન્યુઝ)  રાજકોટ,  સોની બજારમાં ગેરકાયદેસર બાંધકામ રાફડો ફાટયો છે. મનપા ના નિયમો ને ઘોળી ને પી જઈ મનફાવે તેમ બાંધકામ ખડકી દીધુ છે.
 
          ટી.પી શાખા ના અધિકારીઓએ ગેરકાયદેસર બાંધકામ માટે જાણે પીળો પરવાનો આપી દીધો હોય તેમ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા આપેલ નોટીસ ની અમલવારી ન કરતા અધિકારીઓની કામગીરી સામે અનેક શંકા-કુશંકા ઉદભવી રહી છે.
સોની બજાર જુની ગઘીવાડ પીર દરગાહ ની સામે મનુભાઇ ભીંડીં નુ બિલ્ડીંગ છે.
          સોની બજાર મા રાજકીય નેતાના જોરે બિલ્ડરે માર્જિન ની જગ્યા છોડયા વગર  ચાર માળની બિલ્ડીંગ ખડકી દુકાનો ભાડે આપવાની છે તેવા બેનરો લગાડી દેવાયા છે.
          બિલ્ડરે  એક રાજકીય નેતાનો સંપર્ક કરતા ફરી બિલ્ડીંગ નુ બાંધકામ શરૂ કરી દેતા વિસ્તાર માં અનેક લોકો એ ટી.પી. શાખા ને રજૂઆત કરી. 
          નેતા નો સંપર્ક કરી નેતા એ  ડિમોલિશન  નહીં કરવાની કડક સુચના આપતા ટી.પી. શાખા ના અધિકારીઓ ડાહ્યા-ડમણા થઈ ગયા! હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડીંગ નહીં તોડી પાડવાનુ કયા રાજકીય  નેતાનુ દબાણ કામ કરી રહ્યુ છે તે અંગે અઘિકારીઓ કાંઈ બોલવા તૈયાર નથી. 
       નેતા ના આશીર્વાદ થી 4માળ ની ખડકાઈ ગયેલી બિલ્ડીંગ તંત્રએ નહીં તોડી પાડતા અન્ય બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ નુ ચણતર શરૂ કરી દીધુ છે.
         મસલ્સ પાવરનો ઉપયોગ કરી નેતાઓએ સોની બજાર મા બિલ્ડરો ને ગેરકાયદેસર બાંધકામ નો પીળો પરવાનો મળી ગયો હોય તેમ ભૂ-માફિયા ઑ પણ ખુલ્લા બાંધકામ મા દુકાનો બનાવી ભાડે આપી રોકડી કરવાનો ઘંઘો શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. 
         તંત્ર એ કોઈ શેહ-શરમ રાખ્યા વિના ભૂ-માફિયાઓ સામે  કડક કાર્યવાહી કરવી જોઈએ માત્ર બાંધકામ તોડી પાડી સંતોષ માની લેવાને બદલે પોલીસ ફરિયાદ કરવી  કયા નેતા ના દબાણ થી ગેરકાયદેસર બિલ્ડીંગ તોડી નથી પડાતું તે અંગે અઘિકારીઑ  કાંઈ બોલવા તૈયાર નથી. જો આ ગેરકાયદેસર બિલ્ડીંગ તોડી પાડવામા આવે તો બિલ્ડરો  નેતા ને કેટલાક નિવેધ ધર્યા તે બહાર ચોકકસ આવશે તેવું લોકોમાથી જાણવા મળ્યું છે.