(દિવ્યક્રાંતિ ન્યુઝ) વાયુ વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા માટે આવી રહ્યું છે. અરબી સમુદ્રમાં આવેલું વાવાઝોડું વેરાવળથી 600 કિલોમીટર જ દૂર છે. અને કાલે મોડી રાત્રે અથવા ગુરુવારે વહેલી સવારે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાને ઘમરોળે તેવી શક્યતા છે. ત્યારે રાજ્યનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્ય સચિવે સમીક્ષા કરી. આ બેઠકમાં વાવાઝોડાને પહોંચી વળવ કરાયેલી તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
પાણી ઉલેચવા પંપની વ્યવસ્થા
બેઠક બાદ રાજ્યના ચીફ સેક્રેટરી જે. એન. સિંઘે માહિતી આપી કે વાવાઝોડા સામે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સ ઝીરો કેઝ્યુઆલિટીના નિર્ધાર સાથે કામગીરી કરી રહી છે. પરિસ્થિતિનો તાગ લેવા માટે રાજ્યના મુખ્ય સચિવ સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર્સ સાથે પણ વીડિયો કોન્ફરન્સિંગ સાથે ચર્ચા કરી છે. આ ઉપરાંત ભારે વરસાદની સ્થિતિને પણ પહોંચી વળવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે રાજ્યભરમાંથી 100 જેટલાં ડિવોટરિંગ પમ્પ્સને પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં મોકલી દેવાયા છે.