(દિવ્યક્રાંતિ ન્યુઝ) વિકરાળ બની રહેલું વાયું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે જ ખતરો પણ ગુજરાત તરફ આવી રહ્યો છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાને લઈ ચિંતાનો માહોલ છે. હાલની ગતિ પ્રમાણે આ વાવાઝોડું બુધવારે મોડી રાત્રે અથવા ગુરુવારે વહેલી સવારે રાજ્યના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડું ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે.
હાલ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી 600 કિલોમીટર દૂર છે. ત્યારે 13 જૂને વહેલી સવારે તે દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાના કારણે ઓછામાં ઓછું નુક્સાન થાય, જાનહાનિ ટાળી શકાય તે માટે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ખાસ કરીને કાંઠા વિસ્તારોમાં લોકોના સ્થળાંતર માટે ધ્યાન અપાઈ રહ્યું છે.
વાયું વાવાઝોડું કેટલે પહોંચ્યું તે તમે અહીં લાઈવ જાણી શકો છો. નીચેની વિન્ડોમાં તમે લાઈવ જોઈ શક્શો કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી હજી કેટલું દૂર છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકે ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટરની રહી શકે છે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે રાજ્યના અન્ય વિસ્તારો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં હળવાથી ભારે વરસાદની પણ શક્યતા છે.
વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં પણ થવા જઈ રહી છે. વાવાઝોડાને કારણએ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર અને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત અરબ સાગરના વિસ્તારોમાં પણ પવનની ગતિ વધી શકે છે.